સૌમ્યા કાલસા -(Soumya Kalasa) : બેંગ્લોરનાં RT Nagarમાં બનેલી એક હ્ર્દયદ્રાવક ઘટનામાં 65 વર્ષનાં કે વૃદ્ધે પોતાના જ 88 વર્ષીય માતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ પાછળનું કારણ સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું. તેની વિરુદ્ધ હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. IPCની સેક્શન 307 હેઠળ 65 વર્ષીય જ્હોન ડી ક્રુઝ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી એક નિવૃત્ત સરકારી કર્મચારી છે જે 88 વર્ષીય માતા કેથરીન ડી ક્રુઝની સાથે રહેતા હતા.
પોતાની જ માતાનો જીવ લેવા પર આવી ગયો શખ્સ
કેથરીનને ચાર સંતાનો છે. જેમાંથી બે વિદેશ રહે છે અને એક અપરણિત દીકરી આશ્રમમાં રહે છે. તેણીએ અગાઉથી પોતાનું ઘર આરોપી જ્હોન ડી ક્રુઝનાં નામે કરી દીધું છે. પણ તેમ છતાં જ્હોનનાં દિમાગમાં આ ખુરાફાતી વિચાર આવ્યો હતો કે હવે માતાથી કોઈ પણ ભોગે છુટકારો મેળવવો. આખરે તેણે આઈડિયા શોધી કાઢ્યો હતો કે જેથી કરીને તેણી જે બિલ્ડીંગમાં રહે છે તે પોતાનાં નામેં થઇ જાય. જ્હોને પોતાની સગી માંને મારી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
એક દિવસ આ જ પ્લાનને અંજામ આપવા માટે જ્હોન ઘરમાં ઘુસ્યો હતો અને કેર ટેકરને તેણે કોઈ કામ સોંપીને ઘરની બહાર મોકલી દીધી હતી અને માં નો ઓક્સિજન માસ્ક ખેંચી લીધો હતો. આખરે જયારે કેરટેકર પાછી આવી ત્યારે તેણે વૃદ્ધાને મહામહેનતે શ્વાસ લેતા અને સંઘર્ષ કરતા જોયા હતા. તેણીએ તરત પોલીસને ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી. જ્હોનને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને વૃધ્ધા હાલ સ્વસ્થ હોવાનું માલુમ પડ્યું હતું.
સિનિયર સિટીઝન્સને મોતની ધમકીઓ મળવાની ઘટનાઓ વધી
આવી ઘટનાઓથી માલુમ પડે છે કે સંપત્તિનાં કારણે આજકાલ સિનિયર સિટીઝન્સને મોતની ધમકીઓ મળવાની ઘટનાઓ પણ વધી છે. વૃધોને આવી સ્થિતિમાં મદદ માટે બે વર્ષ અગાઉ હેલ્પલાઇન નંબર 1090 ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. અને અચરજ વચ્ચે ઘણા સિટીઝન્સ હેલ્પલાઈનનો સંપર્ક પણ કરી રહ્યા છે.
આવા જ ઘણા બધા સિનિયર સિટીઝન્સને પોતાની સંપત્તિ પરત જોઈતી હોય છે. તેઓની સંપત્તિ તેઓને સિનિયર સિટીઝન્સ એક્ટ 2007 હેઠળ પરત મળી શકે છે. આસિસ્ટન્ટ કમિશનર કોર્ટ 90 દિવસમાં તેઓની ફરિયાદનો નિકાલ લાવી શકે છે. ઘણા કેસમાં સંપત્તિ પરત મળવા સાથે તેઓને વળતર ચુકવવાની ફરજ પાડી શકાય છે. આ ઉપરાંત આવા કેસમાં 5 થી 6 મહિનાની જેલની સજા પણ ન્થી શકે છે.
આ પણ વાંચો:
હવે જમાઈ અને વહુએ વૃદ્ધોની સારસંભાળ રાખવી પડશે, નહીં તો થશે જેલ!
જો કે આ મુદ્દે ઘણા લોકોને હેલ્પલાઇન નંબર કે કાયદાની જાણ હોતી નથી. જેના માટે અવેરનેસ પ્રોગ્રામ એટલે કે જાગૃતિ કાર્યક્રમ કરવાની પણ આવશ્કયતા છે.
આવા કેસમાં શું કરી શકાય?
વડીલો આ પ્રકારના કોઈ પણ કેસમાં 1090 હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકે છે. આ નંબર ડાયલ કરી પોતાની સ્થિતિનું વર્ણન કરવાનું હોય છે. ત્યાર બાદ વોલન્ટિયર્સ તાત્કાલિક મદદ માટે આવી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સંબંધિત વિભાગ દ્વારા પણ પગલાં લેવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર