વિદ્યાર્થીઓના ચાલતી ટ્રેનમાં તીક્ષ્ણ હથિયારો સાથે ખતરનાક સ્ટંટ, પોલીસ એક્શનમાં – News18 ગુજરાતી

નવી દિલ્હી: ચાલતી ટ્રેનમાં ધારદાર હથિયાર લહેરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. ચેન્નાઈ પોલીસે આ મામલામાં 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) એ મંગળવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે ચેન્નાઈમાં ત્રણ કોલેજના વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયારો સાથે ટ્રેનમાં સ્ટંટ કરતા કેમેરામાં કેદ થયા હતા. આ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

અસલમાં થોડા દિવસો પહેલા ત્રણ લોકો ચાલતી ટ્રેનના દરવાજા પર પ્લેટફોર્મ પર તલવાર જેવો હથિયાર ઘસતા જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીઓ ચાલતી ટ્રેનની બહાર લટકીને પ્લેટફોર્મ પર પોતાના ધારદાર હથિયારો ઘસીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે અધિકારીઓએ ત્રણ લોકોની ઓળખ કરીને ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ ગુમ્મીદીપુંડીના અનબર્સુ અને પોનેરીના રવિચંદ્રન અને અરુલ છે. ડીઆરએમએ જણાવ્યું કે આ તમામ પ્રેસિડેન્સી કોલેજના વિદ્યાર્થીઓ છે.

આ પણ વાંચો : 
હનુમાન મંદિરમાં ચોરી કરતા પકડાયો ઝુબૈર, પોતાને ગણાવ્યો રોહિત; બોમ્બથી ઉડાવાની આપી ધમકી

વાયરલ વીડિયો ક્લિપમાં ત્રણ વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તીક્ષ્ણ હથિયારો ઘસતા અને નારા લગાવતા જોવા મળી રહ્યાં છે. તેઓ ટ્રેનના કોચ પર કુહાડી વડે હુમલો કરતા પણ જોવા મળ્યા હતા. ડીઆરએમએ કહ્યું, “ટ્રેન અથવા રેલવે પરિસરમાં ગેરવર્તન અને ખતરનાક સ્ટંટના આવા કિસ્સાઓ પ્રત્યે અમારી પાસે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે.” અધિકારીઓએ કહ્યું કે, “કૃપા કરીને આવા લોકો સામે @rpfsrmas અથવા @grpchennai પર ફરિયાદ કરવા આગળ આવો. અમે અમારા મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ,”

તાજેતરમાં ટ્રેનોની અંદર એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અધિકારીઓએ મુસાફરો સાથે ગેરવર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઈની એક ટ્રેનના મહિલા ડબ્બામાં સહ-યાત્રીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ થાણે-પનવેલ લોકલ ટ્રેનમાં એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Sanata News
Author: Sanata News

Follow US

Find Us on Social Medias

લોકપ્રિય સમાચાર

  • buzz4ai
  • marketmystique
  • digitalconvey
  • digitalgriot
  • buzzopen
  • Marketing Hack4U