Search
Close this search box.

જનરેટરના વાયરથી પીકઅપ વાનમાં ફેલાયો વીજ કરંટ, 10 કાવડિયાના મોત

કોલકાતા : પશ્ચિમ બંગાળના (West Bengal)કૂચબિહારમાં (Cooch Behar Accident) રવિવારે રાત્રે મોટી દુર્ઘટના સામે આવી છે. એક પીકઅપ વાનમાં વીજળીનો કરન્ટ ફેલાવવાથી 10 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા બધા કાવડિયા હતા. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ન્યૂઝ એજન્સી ANI ના મતે પીકઅપમાં 27 લોકો સવાર હતા. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે જનરેટર (ડીજે સિસ્ટમ)ની વાયરિંગના કારણે આ દુર્ઘટના સામે આવી છે. જે પીકઅપ વાનના પાછળના ભાગે લગાવવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI મતે પીકઅપ વેનમાં 27 લોકો સવાર હતા. જેમાં 16 લોકોને જલપાઇગુડીની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. પોલીસના મતે આ ઘટના પીકઅપ વાનમાં લગાવેલા ડીજે સિસ્ટમના જનરેટર વાયરિંગના કારણે બનવાની ધારણા છે. તેના કારણે પીકઅપ વાનમાં કરંટ ફેલાયો હશે.

આ પણ વાંચો – 
સંબંધમાં થતા હતા ભાઈ-બહેન, હવે બની ગયા પતિ-પત્ની, જાણો આ વિચિત્ર લગ્નની આખી કહાની

આ પણ વાંચો – 
પોતાની ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઇ ગયો દિયર, પછી ભર્યું આવું પગલું

માથાભંગાના એસપીએ કહ્યું કે સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઘટના પછી ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. ASPએ કહ્યું કે પીકઅપ જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની શોધ કરવામાં આવી રહી છે. જેથી દુર્ઘટના કેવી રીતે બની તે વિશે જાણી શકાય.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Sanata News
Author: Sanata News

Follow US

Find Us on Social Medias

લોકપ્રિય સમાચાર

  • digitalgriot
  • buzzopen
  • buzz4ai
  • marketmystique
  • digitalconvey