નવી દિલ્હીઃ આગામી થોડા દિવસોમાં ભારતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, દબાણનું ક્ષેત્ર ઉતર આંધપ્રદેશ-દક્ષિણ ઓરિસ્સાના તટથી પશ્ચિમ-મધ્ય અને તેની નજીક આવેલા ઉત્તર-બંગાળની ખાડી પર છે. આ દરમિયાન આગામી 4થી 5 દિવસમાં ગુજરાત, પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. રાજધાની દિલ્હી અને તેની નજીક આવેલા વિસ્તારોમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી.
પ.બંગાળ અને ઝારખંડમાં 11 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા
મોસમ વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હીમાં ભારે ગરમીનો સિલસિલો ચાલુ રહેશે. લખનઉ સહિત યુપીના મોટાભાગના જિલ્લાઓમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. બીજી તરફ બિહાર અને ઝારખંડમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉતરી બિહારના મોટાભાગના વિસ્તારોમાં અને દક્ષિણ બિહારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી ઉપર બનેલું ઓછા દબાણનું ક્ષેત્ર આગામી 48 કલાક દરમિયાન વધુ પ્રબાળ થવાનું અનુમાન છે. તેના કારણે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 11 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ
ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ, આગામી 5 દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન
દેશના દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, ઉત્તરી આંતરિક કર્ણાટક, કેરળમાં 10 અને 11 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે પવન અને વીજળીના કડાકાની પણ આગાહી છે. તેલંગાના અને તટીય કર્ણાટકમાં 10થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પડવાની શક્યતા છે. મોસમ વિભાગે દેશના પશ્ચિમી અને પૂર્વી હિસ્સાઓમાં ભારે વરસાદનું અનુમાન કર્યું છે. 10થી 13 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આસામ, મેધાલય અને મિઝોરમમાં પણ ભારે વરસાદની શક્યતા
જ્યારે 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન વિદર્ભ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, મરાઠાવાડ, છત્તીસગઢ, ઓરિસ્સા, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મોસમ વિભાગના પૂર્વ અનુમાન મુજબ, 10થી 11 સપ્ટેમ્બરે ઓરિસ્સામાં, 11થી 12 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળમાં અને 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસો દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં પણ આ પ્રકારની મોસમની શક્યતા છે. આ સિવાય આસામ, મેધાલય અને મિઝોરમ સહિતના પૂર્વોતરના રાજ્યોમાં આગામી થોડા દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં પણ વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર